ભારત અને ઉઝબેકિસ્તાનની ભૂમિસેના વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ થશે
Live TV
-
દ્વિવાર્ષિક સૈન્ય અભ્યાસ ચોથીવાર યોજાઇ રહ્યો છે
ભારત અને ઉઝબેકિસ્તાનની ભૂમિસેના વચ્ચે આજથી ઉત્તરાખંડના પિથોરાગઢમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ થશે. આ દ્વિવાર્ષિક સૈન્ય અભ્યાસ ચોથીવાર યોજાઇ રહ્યો છે. આ સંયુક્ત અભ્યાસ 5 માર્ચ સુધી ચાલશે. આ સૈન્ય અભ્યાસમાં ભારતનું પ્રતિનિધીત્વ પશ્ચિમી કમાન્ડના ગઢવાલ રાઇફલ્સની 14મી બટાલીયન કરશે, ઉઝબેકિસ્તાન તરફથી ભૂમિસેનાની ઉત્તર-પશ્ચિમી સૈન્ય ટુકડી ભાગ લઇ રહી છે. આ અભ્યાસનો ઉદેશ વિવિધ અભિયાનો દ્વારા સૈન્ય ક્ષમતાને વધારવાનો છે.