ભારતની પાકિસ્તાનને તેમના આંતરિક મુદ્દા પર ધ્યાન આપવાની આપી સલાહ
Live TV
-
સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પંચમાં ભારતની પાકિસ્તાનને સલાહ, કહ્યું 370ની કલમ સંપૂર્ણપણે ભારતનો આંતરિક મુદ્દો છે અને પાકિસ્તાનની પાયાવિહોણી વાતોથી આ સત્ય બદલાશે નહી.પાકિસ્તાનને તેમના આંતરિક મુદ્દા પર ધ્યાન આપવાની આપી સલાહ.
ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવધિકારી પંચમાં પાકિસ્તાનને એક વખત ફરી જડબાતોડ જવાબ આપ્યો છે.યુ.એન.એચ. આર.સી માં ભારતની દ્રિતિય સચિવ મીની દેવી એ જણાવ્યું ,કે, પાકિસ્તાન ખોટી પાયા વિહાણા મુદ્દા ને.ધ્યાન માં રાખીને દરેક વિષયની ખોટી વ્યાખ્યા કરે છે. મીની દેવેએ જણાવ્યું કે ,ભારત પાકિસ્તાનને એ વાસ્તવિકતા સ્વીકાર કરવાની સલાહ આપે છે કે, કલમ 370 એ સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક મુદો છે. પાકિસ્તાન તેમની ખોટી દલીલો અને પાયા વિહોણી વાતોથી આ તથ્યને બદલી નહી શકે. આ સાથે મીની દેવી એ જણાવ્યું કે, પાકિસ્તાને 370 ની કલમની ચિંતા કર્યાં વિના તેમના આંતિરિક મુદ્દા પર ધ્યાન આપવું જરૂરી છે. ભારતે પાકિસ્તાન ને સલાહ આપતા જણાવ્યું કે, પાકિસ્તાન ખાસ તો બલુચિસ્તાન અને સિંધમાં થતી લોકો ની હત્યા અને તેના પર થતાં અત્યાચાર પર ધ્યાન આપે.
