ઓસામા બિન લાદેનનો દિકરો હમઝા બિન લાદેન ઠાર, ટ્રમ્પની જાહેરાત
Live TV
-
હમઝા બિન લાદેનને અફગાનિસ્તાન પાકિસ્તાનની બોર્ડર નજીક યુએનની આતંકવાદ વિરોધી સેના દ્વારા ઠાર મારવામાં આવ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અલકાયદાના વારસદાર ગણાતા હમઝા બિન લાદેન અંગે ગઇકાલે સવારે એક ખાસ જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં તેમણે જણાવ્યું કે, અલકાયદાના મુખિયા અને 9/11 નો માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેનનો દિકરો હમઝા બિન લાદેનને ઠાર મારવામાં આવ્યો છે. અમેરિકાના વ્હાઇટ હાઉસ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અલ કાયદાનો વારસદાર ગણાતો હમઝા બિન લાદેનને અફગાનિસ્તાન પાકિસ્તાનની બોર્ડર નજીક યુએનની આતંકવાદ વિરોધી સેના દ્વારા ઠાર મારવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આ ઓપરેશન ક્યારે કરવામાં આવ્યું હતું તે અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી
