ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે એરિક ગાર્સેટીની નિમણૂક
Live TV
-
અમેરિકાના પ્રમુખ જો બાઇડેનના નજીકના સહયોગી એરિક ગાર્સેટીને ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે નિમણૂક કરવાના નિર્ણયને અમેરિકન સંસદે મંજૂરી આપી દીધી છે. ગાર્સેટી ભારતમાં હવે આગામી રાજદૂત હશે. આ પદ છેલ્લા 2 મહિનાથી ખાલી પડયું હતું. આ ઉપરાંત ગાર્સેટી લોસ એન્જલ્સના મેયર પણ રહી ચૂક્યા છે. બુધવારે 52-42 મતોથી સંસદે તેમના નામને મંજૂરી આપી હતી. જો કે તેમનો આ માર્ગ ખૂબ જ મુશ્કેલ હતો. 3 ડેમોક્રેટસ તેમની વિરુદ્ધમાીં હતાં પણ 7 રિપબ્લિકને તેમને સાથ આપ્યો હતો. તેમનું નોમિનેશન જુલાઈ 2021થી અમેરિકન સંસદમાં પેન્ડિંગ હતું .ઉલ્લેખનીય છે કે બાઇડેને જુલાઈ 2021માં તેમને નોમિનેટ કર્યા હતાં. ગયા સપ્તાહમાં સેનેટ ફોરેન રિલેશન કમિટીએ ગાર્સેટીના નેમિનેશનની તરફેણમાં 13-8 મતોથી તરફેણ કરી હતી. આ દરમિયાન ભારતીય અમેરિકનોએ એરિક ગાર્સેટીને ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે નિમણૂક કરવાના અમેરિકાના નિર્ણયનું સ્વાગત કર્યુ છે.
