ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ધરપકડ વોરંટ જારી કર્યું
Live TV
-
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ વોરંટ યુક્રેનમાં યુદ્ધ અપરાધો અને યુક્રેનિયન બાળકોના રશિયામાં અપહરણના મામલામાં જારી કરવામાં આવ્યું છે. પુતિન વિરુદ્ધ વોરંટ જાહેર થયા બાદ યુક્રેન અને અમેરિકા સહિત ઘણા દેશોએ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના નિર્ણયની પ્રશંસા કરી છે. આ વોરંટ જારી કરવાનો મતલબ એ છે કે હવે જો પુતિન ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટેને માન્યતા આપતા કોઈ પણ દેશમાં જાય તો ત્યાં તેમની ધરપકડ થઈ શકે છે. તેને હેગમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે.
