ભારતીય આઈટી વ્યાવસાયિકો માટે આંચકો, H-1B વિઝા મોંઘા કરવાના મૂડમાં ટ્રમ્પ
Live TV
-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લેબર ડે પ્રસંગે આપેલા પોતાના સંદેશામાં અમેરિકી નાગરિકોને રોજગારીમાં પ્રાથમિકતા આપવાની દિશામાં એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે H-1B વિઝા પિટિશન પર નવી જંગી ફી લાદવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે, જેથી અમેરિકી કંપનીઓ વિદેશી ક્ષમતા તરફ જોતા પહેલા સ્થાનિક વર્કર્સમાં રોકાણ કરે.
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'લેબર ડે' (શ્રમ દિવસ) પ્રસંગે આપેલા પોતાના સંદેશામાં અમેરિકી નાગરિકોને રોજગારીમાં પ્રાથમિકતા આપવાની દિશામાં એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે H-1B વિઝા પિટિશન પર નવી જંગી ફી લાદવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે, જેથી અમેરિકી કંપનીઓ વિદેશી ક્ષમતા તરફ જોતા પહેલા સ્થાનિક વર્કર્સમાં રોકાણ કરે.
ટ્રમ્પનો પ્લાન: અમેરિકી વર્કર્સને પ્રાથમિકતા
લેબર ડેની જાહેરાત કરતા ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "અમે અમેરિકી કામદારોની ભરતી અને તાલીમ સુનિશ્ચિત કરવા માટે H-1B વિઝા અરજીઓ પર નવી ફીનો પ્રસ્તાવ મૂકી રહ્યા છીએ. આનાથી કંપનીઓ વિદેશી મજૂરોને બદલે લાયક અમેરિકનોમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થશે."
અમેરિકી ટેકનોલોજી કંપનીઓ દ્વારા હાઇ-સ્કિલ્ડ વિદેશી વ્યાવસાયિકોની ભરતી માટે H-1B વિઝાનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રોગ્રામમાં સૌથી વધુ લાભાર્થીઓ ભારતીય નાગરિકો જ હોય છે, જેથી આ પ્રસ્તાવની સીધી અસર ભારતીય આઈટી વ્યાવસાયિકો અને કંપનીઓ પર પડી શકે છે.
શું છે નવી ફીનો પ્રસ્તાવ?
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવની મુખ્ય વિગતો:
-
$1,03,265 ની નવી ફી: વાર્ષિક કેપ (Cap) હેઠળ આવતી તમામ H-1B વિઝા અરજીઓ પર $1,03,265 (અંદાજે રૂ. 86 લાખથી વધુ) ની નવી ફી લાદવાની દરખાસ્ત છે.
-
વધારાનો બોજ: આ ફી પિટિશન ફાઇલ કરતી વખતે ચૂકવવાની રહેશે, જે હાલમાં લાગુ પડતી અન્ય તમામ ઇમિગ્રેશન ફી ઉપરાંતની રહેશે.
-
નિયમ બનાવવાની પ્રક્રિયા: આ દરખાસ્ત ફેડરલ રુલમેકિંગ પ્રોસેસ હેઠળ છે અને હાલમાં એક પ્રસ્તાવિત નિયમ છે, જેથી તે તાત્કાલિક ધોરણે અમલમાં આવ્યો નથી.
અગાઉના પ્રયાસો અને કાનૂની વિવાદ
નોંધનીય છે કે, આ પહેલાં પણ ટ્રમ્પ સરકારે H-1B વિઝા પર $100,000 ની ફી લાદવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જૂન મહિનામાં મેસેચ્યુસેટ્સની ફેડરલ કોર્ટે સરકારના આ નિર્ણયને રદ કરતા ચુકાદો આપ્યો હતો કે સરકારે પોતાના અધિકારોની સીમા વટાવી છે. જુલાઈમાં ફેડરલ અપીલ કોર્ટે પણ તે ચુકાદાને સ્થગિત કરવાની સરકારની વિનંતી ફગાવી દીધી હતી.
-
