ભારતે બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સાથે મળીને ગરીબી અને ભૂખ નાબૂદી ફંડમાં 10 લાખ અમેરિકન ડોલરનું યોગદાન આપ્યું
Live TV
-
ભારતે બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સાથે મળીને સંયુક્ત રીતે સ્થાપિત ગરીબી અને ભૂખ નાબૂદી ફંડમાં 10 લાખ અમેરિકન ડોલરનું યોગદાન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચરા કમ્બોજે આ રકમનો ચેક દક્ષિણ-દક્ષિણ સહકાર માટે સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયના નિર્દેશકને આપ્યો હતો.
આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ, રૂચિરા કંબોજે કહ્યું હતું કે ભારતની G20ની આધ્યક્ષતા લોકોના, લોકો દ્વારા અને લોકો માટેના વિકાસ પર કેન્દ્રિત છે.ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા એ સંયુક્ત રીતે માર્ચ 2004માં ગરીબી અને ભૂખ નાબૂદી માટે ફંડની સ્થાપના કરી હતી. તે ઔપચારિક રીતે સ્થપાયું હતું અને 2006 માં કાર્યકરવાનું શરૂ કર્યું હતું. આ ફંડનો ઉદ્દેશ્ય અનુકરણીય અને લક્ષ્ય આધારિત પ્રોજેક્ટ્સને ઓળખવાનો છે જે વિકાસશીલ દેશોમાં માંગના આધારે લાગુ કરી શકાય છે.
