Skip to main content
Settings Settings for Dark

ભારતે યુએનમાં સમાન ક્ષેત્રફળ નકશાનું સમર્થન કર્યું, સાથે જ ખોટા પ્રતિનિધિત્વ સામે ચેતવણી આપી

Live TV

X
  • ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સમાન ક્ષેત્રફળવાળા નકશા સંબંધિત પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું. ભારતે સ્પષ્ટ કર્યું કે, તેનું સમર્થન સમાન ક્ષેત્રફળવાળા નકશાંકનના સિદ્ધાંત પૂરતું મર્યાદિત છે અને કોઈ ચોક્કસ નકશા, પ્રક્ષેપણ કે રાષ્ટ્રીય સીમાઓના ચિત્રણનું સમર્થન માનવામાં આવશે નહીં. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સહિત ભારતનો સાર્વભૌમ પ્રદેશ સત્તાવાર નકશા અનુસાર જ દર્શાવવો જોઈએ.

    ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 4 સપ્ટેમ્બરના રોજ ‘નકશાને સુધારો: વૈશ્વિક નકશાંકન પ્રતિનિધિત્વનું પુનઃસંતુલન અને વિશ્વના પ્રદેશો, ખાસ કરીને આફ્રિકાના સમાન પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવું’ શીર્ષકથી એક પ્રસ્તાવ પસાર કર્યો. તેનો ઉદ્દેશ્ય ખંડીય ભૂભાગોના સાપેક્ષ કદને જાળવી રાખતા સમાન ક્ષેત્રફળવાળા નકશા પ્રક્ષેપણોના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રસ્તાવ કોઈ ચોક્કસ વિશ્વ નકશાને ન તો અપનાવે છે અને ન તો તેને પ્રમાણિત કરે છે અને ન તો તે આંતરરાષ્ટ્રીય સીમાઓ, વિવાદિત ક્ષેત્રો કે સ્થળોના નામો સહિતના રાજકીય નકશાંકન પર ચર્ચા કરે છે.

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, ભારતે પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું અને સમાન ક્ષેત્રફળવાળા નકશાંકન પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવાના અંતર્ગત સિદ્ધાંત પર ભાર મૂકતા પોતાના મતનું સ્પષ્ટીકરણ પણ આપ્યું. અમે એ પણ સ્પષ્ટ કર્યું કે, પ્રસ્તાવ કોઈ વિશિષ્ટ નકશા, પ્રક્ષેપણ કે રાષ્ટ્રીય સીમાઓના ચિત્રણનું સમર્થન કરતો નથી. જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો સહિત ભારતના સાર્વભૌમ પ્રદેશને ભારતના સત્તાવાર નકશા અનુસાર જ દર્શાવવો જોઈએ. કોઈપણ ખોટું કે ભ્રામક ચિત્રણ અસ્વીકાર્ય છે. ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર અમારું વલણ સ્પષ્ટ, સુસંગત અને અપરિવર્તનશીલ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
apply