ભારત અને ઈરાન વચ્ચે નવ સમજૂતી પર હસ્તાક્ષર
Live TV
-
ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની 3 દિવસીય ભારતની મુલાકાત દરમ્યાન ભારત અને ઇરાન સાથે 9 સહમતિપત્ર અને 4, સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા
ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની 3 દિવસીય ભારતની મુલાકાત દરમ્યાન ભારત અને ઇરાન સાથે 9 સહમતિપત્ર અને 4, સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ હસન રૂહાની દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા નવી ઉંચાઇએ પહોંચવા વિશ્વાસ વ્યકત કર્યો હતો. ભારત અને ઇરાનના 9 એમઓયુમાં આર્થિકક્ષેત્ર, વીઝા અંતર્ગત, કૃષિ અને સહકાર તેમજ વેપાર ઉદ્યોગ ક્ષેત્રે સમજૂકી કરાર થયા હતા. આ પહેલા રાષ્ટ્રપતિભવન ખાતે ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીનું રસ્મીરૂપથી સ્વાગત કરાયું હતું. સ્વાગત સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ ઇરાનના રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હ ર્ચા પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં વડપ્રધાન મોદીએ ઈરાન અને ભારતના ઘનિષ્ઠ સંબંધોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે બંને દેશો પરસ્પરના સહયોગને વધુ વેગવાન બનાવવાની ઈચ્છા ધરાવે છે. ઉર્જા ક્ષેત્રમાં અમે ભાગીદારી વધુ ઘનિષ્ઠ બનાવવા તૈયાર છીએ. આ ઉપરાંત સદીઓ જૂના પરસ્પરના સહયોગને વેગવાન બનાવવા માટે પણ બંને દેશો ઈચ્છુક છે.