મોંઘવારીનો માર, વેનેઝુએલામાં 80 હજારમાં એક લિટર દૂધ વેચાય છે, લોકોની હિજરત
Live TV
-
સ્થાનિક ચલણનું મૂલ્ય અત્યંત નીચે ઉતરી જતા એક બ્રેડ પણ હજારો રુપિયામાં વેચાઈ રહ્યો છે
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાના લોકો હાલમાં કારમી મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે..મોંઘવારીમાં લોકોનું જીવન એટલુ દુષ્કર બની ગયુ છે કે પડોશી દેશ કોલંબિયાએ દાવો કર્યો છે કે તેમના દેશમાં આશરે 10 લાખ લોકો શરણ લઈ ચૂક્યા છે..મોંઘવારી દર એટલો વધી ગયો છે કે એક લિટર દૂધની કિંમત પણ 80 હજાર રૂપિયે પહોચી ગઈ છે..સ્થાનિક ચલણનું મૂલ્ય અત્યંત નીચે ઉતરી જતા એક બ્રેડ પણ હજારો રુપિયામાં વેચાઈ રહ્યુ છે..જાણકારોનું માનીએ તો વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમતોમાં ભારે ઘટાડાને કારણે વેનેઝુએલામાં આર્થિક સંકટ ઘેરુ બન્યુ છે..સાથે જ એવુ મનાય છે કે અહી સરકારની ખોટી નીતિઓનના કારણ ભૂખમરો સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે..દેશને આવા સંકટમાંથી બહાર કાઢવા માટે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માડુરો રાજધાની કરાકસમાં લગાતાર બેઠકોનો દોર કરી રહ્યા છે..તે દુનિયાના સૌથી મોટા દેશોના આગ્રહ કરી રહ્યા છે કે તેઓ તેમની મદદ માટે આગળ આવે..