Skip to main content
Settings Settings for Dark

ભારત G20 નું પ્રમુખપદ ભૂટાન સહિત દક્ષિણ એશિયા માટે ગર્વની બાબત છે: ભૂટાનમંત્રી

Live TV

X
  • ભૂટાનના ગૃહ અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન ઉગ્યેન દોરજીએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતનું G20 નું પ્રમુખપદ સંભાળવું એ ભૂટાન સહિત સમગ્ર દક્ષિણ એશિયા માટે ગર્વની વાત છે. 

    પૂણેમાં ચોથી Y-20 પરામર્શ બેઠકની પૂર્વસંધ્યાએ સાંસ્કૃતિક સંધ્યાનું ઉદ્ઘાટન કરતી વખતે મંત્રી ઉગ્યેન દોરજીએ આ ટિપ્પણી કરી હતી. Y20 એ તમામ G20 સભ્ય દેશોના યુવાનો માટે વિવિધ મુદ્દાઓ પર સંવાદ કરવા માટેનો એક મંચ છે. ભારત અને ભૂટાન વચ્ચે ખાસ દ્વિપક્ષીય સંબંધ છે. ભૂટાન પાસે વિદેશી સરકારના અનુદાન અને ઋણ હેઠળ વિદેશ મંત્રાલય (MEA) માટે ફાળવેલ અંદાજપત્રનો સૌથી નોંધપાત્ર હિસ્સો છે. 

    અંદાજપત્રીય યોજનાઓ હેઠળ ભૂટાનને 2,400.58 કરોડ રૂપિયા મળશે જેમાંથી 1,632.24 કરોડ રૂપિયા અનુદાન અને 768.34 કરોડ રૂપિયા લોનનો ભાગ હશે. સ્વાસ્થ્ય, ડિજિટાઈઝેશન અને અન્ય ક્ષેત્રોમાં અનેક વિકાસ પ્રોજેક્ટો માટે ભૂટાનને ભારત તરફથી નાણાકીય સહાય મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
apply