Skip to main content
Settings Settings for Dark

મક્કામાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું, ગરમીને કારણે 577 હજયાત્રીઓના મોત

Live TV

X
  • ગત વર્ષની શરૂઆતમાં હજ પર ગયેલા 240 હજયાત્રીઓના મોત થયા હતા

    સાઉદી અરેબિયાના મક્કામાં હજ માટે આવતા યાત્રિકો પર ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. 12 જૂનથી 19 જૂન સુધી ચાલનારી હજયાત્રા દરમિયાન પ્રચંડ ગરમીને લીધે અત્યાર સુધીમાં કુલ 577 હજયાત્રીઓના મોત થયા છે. ગરમીના કારણે બિમાર પડેલા લગભગ 2000 યાત્રીઓને સારવાર આપવામાં આવી રહી છે.

    ધ ગાર્ડિયન અખબારના અહેવાલ મુજબ, મૃતક હજ યાત્રીકોમાં 323 ઈજિપ્તના અને 60 જોર્ડનના હતા. આ સિવાય ઈરાન, ઈન્ડોનેશિયા અને સેનેગલના હજયાત્રીઓના પણ મોત થયા છે. ઈજિપ્તના વિદેશમંત્રીએ કહ્યું હતું કે, તેઓ ગુમ થયેલાની શોધ માટે સાઉદી અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. સાઉદી અરેબિયાએ કહ્યું છે કે, ગરમીના કારણે બીમાર પડેલા લગભગ 2,000 હજયાત્રીઓની સારવાર કરવામાં આવી રહી છે.

    આબોહવા પરિવર્તનની ઊંડી અસર:

    ધ ગાર્ડિયન અનુસાર, 17 જૂને મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાઉદી અરેબિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર મક્કામાં ક્લાઈમેટ ચેન્જની ઊંડી અસર થઈ રહી છે. અહીંનું સરેરાશ તાપમાન દર 10 વર્ષે 0.4 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. 

    ગત વર્ષની શરૂઆતમાં હજ પર ગયેલા 240 હજયાત્રીઓના મોત થયા હતા. આમાંના મોટાભાગના ઈન્ડોનેશિયાના હતા. સાઉદીએ તમામ પ્રવાસીઓને છત્રીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ સિવાય તેમને સતત પાણી પીવા અને સૂર્યપ્રકાશથી બચવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ વર્ષે લગભગ 18 લાખ યાત્રીઓ હજ માટે પહોંચ્યા છે. તેમાંથી 16 લાખ લોકો અન્ય દેશોના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply