Skip to main content
Settings Settings for Dark

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજથી બે દિવસ માટે ઉત્તર કોરિયાની રાજકીય મુલાકાતે

Live TV

X
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મંગળવારે બે દિવસીય યાત્રા પર કોરિયા પહોંચશે. 24 વર્ષમાં પુતિનની આ પહેલી કોરિયા યાત્રા છે. વિશ્વમાં હથિયાર સમજૂતી મામલે વધી રહેલા ભય વચ્ચે આ બેઠક થવા જઈ રહી છે માટે સૌની નજર આ બેઠક પર ટકેલી છે. 

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ સાથે મુલાકાત કરવા કોરિયાની બે દિવસીય યાત્રા પર છે. તેઓ મંગળવારે કોરિયા પહોંચશે. બંને નેતાઓ વચ્ચે સૈન્ય સહયોગ વધારવા સંદર્ભમાં મુખ્ય ચર્ચા થશે. બંને દેશો રશિયા અને ઉત્તર કોરિયાને જગત જમાદાર અમેરિકા સામે અલગ અલગ રીતે મતભેદો ઊભા થયેલા છે અને તે મતભેદોને કેન્દ્રમાં રાખીને ઉત્તર કોરિયા અને રશિયા તેમની વચ્ચેનું ગઠબંધન મજબૂત કરવા પર હાલ ધ્યાન આપી રહ્યા છે. 

    પુતિનની બે દિવસીય આ રાજકીય યાત્રા પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. એક તરફ રશિયા યુક્રેન પર આક્રમણ કરી રહ્યુ છે અને યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને હથિયારોની જરુરિયાત છે ત્યારે ઉત્તર કોરિયા સાથેની હથિયાર સમજૂતી મુદ્દે વિશ્વમાં ભય અને ચિંતાનું મોજુ વ્યાપેલુ છે. આ હથિયાર સમજૂતી અંતર્ગત ઉત્તર કોરિયા મોસ્કોને જરુરી હથિયારો પુરા પાડશે જેનાથી રશિયાના યુક્રેન પરના હુમલા વધારવાના નિર્ણયને બળ મળશે. જોકે બીજી બાજુ ઉત્તર કોરિયાને રશિયા તરફથી આર્થિક મદદ અને ટેક્નોલોજીનો સહયોગ મળવાથી કિમના પરમાણુ હથિયાર અને મિસાઈલ કાર્યક્રમ સંદર્ભમાં ઉદભવી રહેલા જોખમમાં પણ વધારો થવાનો છે. 

    ઉલ્લેખનીય છે કે કિમ જોંગે ગત સપ્ટેમ્બર માસમાં પુતિન સાથે બેઠક કરવા માટે રશિયાની મુલાકાત લીધી હતી. આ બેઠક બાદ રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે સૈન્ય, આર્થિક અને અન્ય સહયોગમાં વધારો થયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply