માલદીવના 15 દિવસની કટોકટીની જાહેરાત બાદ ન્યાયમૂર્તિઓની ધરપકડ
Live TV
-
માલદીવના 15 દિવસની કટોકટીની જાહેરાત પછી પોલીસ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અબદુલ્લા સઇદ અને અન્ય ન્યાયમૂર્તિઓની ધરપકડ કરીને રાજધાની માલેથી બહાર લઇ ગઇ હતી.
માલદીવના 15 દિવસની કટોકટીની જાહેરાત પછી પોલીસ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અબદુલ્લા સઇદ અને અન્ય ન્યાયમૂર્તિઓની ધરપકડ કરીને રાજધાની માલેથી બહાર લઇ ગઇ હતી. પોલીસે ન્યાયમૂર્તિઓની ધરપકડ કર્યા પછી માલદીવ સુપ્રીમ કોર્ટે વિરોધપક્ષના નવ નેતાને જેલમુક્ત કરવાના નિર્ણયને પાછો ખેંચ્યો હતો. કોર્ટના બાકીના ત્રણ ન્યાયમૂર્તિઓએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે પ્રમુખે જાહેર કરેલી ચિંતાને પગલે નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. પ્રમુખ યામીને ન્યામૂર્તિ પર આક્ષેપ કર્યા હતા કે તેઓ પોતાને પદભ્રષ્ટ કરવા કાવતરૂ ઘડી રહ્યા હતા. આ ષડયંત્રની તપાસ માટે જ કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન ભારત સરકારે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે આપેલો ચૂકાદો માલદીવની સરકારે ના માનતાં ઉભી થયેલી સ્થિતિથી ભારત ચિંતીત છે.