મિગેલ ડિયાઝ કનેલ બનશે ક્યૂબાના નવા રાષ્ટ્રપતિ
Live TV
-
ક્યૂબાની સંસદે મિગેલ ડિયાઝ કનેલને દેશના નવા નેતા તરીકે ચૂંટી લીધો છે. તે 86 વર્ષિય રાષ્ટ્રપતિ રાઉલ કાસ્ત્રોનું સ્થાન લેશે.
કાસ્ત્રોનો પરિવાદ દશકોથી ક્યૂબાની સત્તા પર રહ્યો છે. રાઉલ કાસ્ત્રોએ 2006માં પોતાના બિમાર ભાઈ ફિદેલ કાસ્ત્રો પાસેથી સત્તા પોતાના હાથમાં લીધી હતી. ક્યૂબાની નેશનલ એસેમ્બલીએ તેના નામાંકન પર મતદાન કરશે પરંતુ ડિયાઝનું રાષ્ટ્રપતિ બનવું નક્કી માનવામાં આવી રહ્યું છે. રાઉલ કાસ્ત્રો પદ છોડ્યા બાદ પણ ક્યૂબાની રાજનીતિમાં પ્રભાવશાળી વ્યક્તિ બન્યા રહેશે. તે વર્ષ 2021 સુધી કોમ્યુનિસ્ટ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન થવા સુધી પાર્ટીના અધ્યક્ષ બન્યા રહેશે. પરંતુ આજે નેશનલ એસેમ્બલી મતદાન યોજાયા બાદ રાષ્ટ્રપતિનો પદભાર ઔપચારિક રીતે ડિયાઝને સોંપી દેશે.