Skip to main content
Settings Settings for Dark

મુંબઈ આતંકી હુમલાના ગુનેગાર તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને અમેરીકાની સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી

Live TV

X
  • અમેરિકાની સુપ્રિમ કોર્ટે મુંબઇ આતંકી હુમલાનો દોષી તહવ્વુર રાણાને ભારત લાવવાની મંજૂરી આપી દીધી છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. 

    મહત્વનું છે કે, ભારત પાકિસ્તાની મૂળના કેનેડિયન વ્યવસાયી રાણાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું હતું. વર્ષ 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં તેની મુખ્ય ભૂમિકા હોવાનો આરોપ છે. આ હુમલામાં 160 લોકો માર્યા ગયા હતા. રાણા પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી David Callman Hadly સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે, જે હુમલાના મુખ્ય કાવતરા ખોરોમાંથી એક છે. 

    મહત્વનું છે કે, અગાઉ પણ સુપ્રિમ કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી પરંતુ, તહવ્વુર રાણા કાયદાકીય દાવપેચનો ઉપયોગ કરીને બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 13 નવેમ્બર 2024ના રોજ રાણાએ પ્રત્યાર્પણના નિર્ણય સામે અપીલ કરી હતી. જેને 21 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. હાલ તહવ્વુર રાણાને લોસ એન્જલસના મેટ્રો પોલિટન Detention Centerમાં રાખવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
apply