શ્રીલંકન નૌકાદળે તમિલનાડુના 33 માછીમારોની ધરપકડ કરી
Live TV
-
શ્રીલંકાના નૌકાદળે 'આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા' (IMBL)પાર કરવા બદલ તમિલનાડુના 33 માછીમારોની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ત્રણ બોટ પણ જપ્ત કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા માછીમારો રામેશ્વરમના રહેવાસી છે.
તમિલનાડુ કોસ્ટલ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધરપકડ રવિવાર સવારે કરવામાં આવી હતી. IMBLના ઉલ્લંઘન બદલ માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાએ ફરીથી આ વિસ્તારના માછીમારોની સલામતી અને આજીવિકા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન 12 જાન્યુઆરીના રોજ વિદેશ મંત્રી એસ.જયશંકરને મળ્યા હતા.તેમણે આવી ઘટના અંગે ચિંતા કરી.ભારતીય માછીમારોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક રાજદ્વારી હસ્તક્ષેપની અપીલ કરી હતી.
તેમણે વારંવાર થતી આ ઘટના બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, વારંવાર ધરપકડોથી આપણા માછીમારોની આર્થિક મુશ્કેલીમાં વધારો થયો છે અને તેમની પરંપરાગત આજીવિકાને નબળી પડી છે. જપ્ત કરાયેલી બોટ સાથે તેમની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
તમિલનાડુના માછીમાર સંગઠનોએ ધરપકડની સખત નિંદા કરી છે અને સરકાર પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. રામેશ્વરમના માછીમાર નેતા એન્ટની જોને કેન્દ્ર સરકારની આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જવા બદલ ટીકા કરી. હવે અમારા માટે પાલ્ક ખાડીમાં માછીમારી કરવી સલામત નથી. અમે ફક્ત અમારી આજીવિકા જ ગુમાવી નથી, પરંતુ અમારી મિલકત પણ છીનવી લેવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2018 થી લગભગ 270 ટ્રોલર જપ્ત કરવામાં આવ્યા છે. આના કારણે ઘણા માછીમારો બેરોજગાર બન્યા છે અને તેમના પર દેવાનો બોજ વધ્યો છે.