યુ.એસ. અબજોપતિ ફાઇનાન્સર થોમસ લીએ 78 વર્ષની વયે ગોળીમારી કરી આત્મહત્યા
Live TV
-
લી ઇક્વિટીના સ્થાપક અને ચેરમેન હતા, જેની તેમણે 2006માં રચના કરી હતી
ગુરુવારે સવારે ઇન્વેસ્ટમેન્ટ ફર્મના હેડક્વાર્ટર, ફિફ્થ એવન્યુ મેનહટન ઑફિસમાં આત્મહત્યાકરી છે. ઘટના સ્થળ પર થોમસ લીનોમૃતદેહ બંદૂકની ગોળી સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. થોમસ લી, પ્રાઇવેટ ઇક્વિટી પાયોનિયર, 78NYT ન્યૂઝ સર્વિસમાં મૃત્યુ પામ્યા છે
ન્યુયોર્ક પોલીસ વિભાગે જણાવ્યું હતું કે તે સમયે ફિફ્થ એવન્યુ પર 911 કૉલનો પ્રતિસાદ આપતા કટોકટી તબીબી સેવા કર્મચારીઓએ એક પુરુષને શોધી કાઢ્યો હતો જેને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે વધુ વિગતો આપી ન હતી, અને જણાવ્યું હતું કે શહેરની તબીબી પરિક્ષકની કચેરી મૃત્યુનું કારણ અને રીત નક્કી કરશે.
થોમસ એચ. લી
અમેરિકન અબજોપતિ ફાઇનાન્સર થોમસ એચ. લી, પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ અને લિવરેજ બાયઆઉટ્સના અગ્રણી ગણાતા હતા. તેમનું 78 વર્ષની વયે અવસાન થયું, તેમના પરિવારે તેમના મૃત્યુનું કારણ જણાવ્યા વિના, માત્ર મૃત્યુ થયાનું નિવેદન આપ્યું હતું.લીના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "થોમસના મૃત્યુથી પરિવાર ખૂબ જ દુઃખી છે. અમારું હૃદય તૂટી ગયું છે. અમારી ગોપનીયતાનો આદર કરવામાં આવે અને અમને શોક વ્યક્ત કરવાની મંજૂરી આપવામાં આવે."
લી ઇક્વિટીના સ્થાપક અને ચેરમેન હતા, જેની તેમણે 2006માં રચના કરી હતી. અગાઉ થોમસ એચ. લી પાર્ટનર્સના ચેરમેન અને સીઇઓ તરીકે સેવા આપી હતી, જેની સ્થાપના તેમણે 1974માં કરી હતી.
છેલ્લાં 46 વર્ષોમાં, લી સેંકડો વ્યવહારોમાં $15 બિલિયન કરતાં વધુ મૂડીનું રોકાણ કરવા માટે જવાબદાર હતા, જેમાં સ્નેપલ બેવરેજીસ અને વોર્નર મ્યુઝિક જેવા બ્રાન્ડ નામોના સંપાદન અને તેના પછીના વેચાણનો સમાવેશ થાય છે.
તેઓ એક પરોપકારી અને ટ્રસ્ટી તરીકે પણ જાણીતા હતા જેમણે લિંકન સેન્ટર, મ્યુઝિયમ ઑફ મોડર્ન આર્ટ, બ્રાન્ડેઈસ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી અને મ્યુઝિયમ ઑફ જ્યુઈશ હેરિટેજ સહિત અનેક સંસ્થાઓના બોર્ડમાં સેવા આપી હતી.