ઈઝરાયેલમાં દરોડાની કાર્યવાહી દરમિયાન ઇઝરાયેલની સેનાએ પેલેસ્ટાઇનના 11 નાગરિકોને કર્યા ઠાર
Live TV
-
પેલેસ્ટાઇનના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલે પશ્ચિમ કાંઠા વિસ્તારમાં કરેલી દરોડાની કાર્યવાહી દરમિયાન ઇઝરાયેલની સેનાએ પેલેસ્ટાઇનના 11 નાગરિકોને ઠાર કર્યા જયારે અન્ય ઘાયલ થયા છે. ગઈકાલે નાબ્લસના જૂના શહેરમાં સૈનિકોપ્રવેશ્યા ત્યારે વિસ્ફોટ અને ગોળીબાર સંભળાયો, પેલેસ્ટિનિયન બંદૂકધારીઓ સાથે સશસ્ત્ર અથડામણો શરૂ થઈ હતી. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે, આત્મસમર્પણ કરવાનો ઇનકાર કરતા ઘરમાં છુપાયેલા ત્રણ આતંકવાદીઓને ઠારકર્યા હતા. બહાર માર્યા ગયેલા લોકોમાં 2 વૃદ્ધ પુરુષો સહિત ઘણા નાગરિકો હતા. લાયન્સ ડેન અને અન્ય આતંકવાદી જૂથોના છ સભ્યો દરોડા દરમિયાન માર્યા ગયા હતા, આલાયન્સ ડેનેટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, 80થી વધુ લોકો ઘાયલ થયાછે. નાબ્લુસની 5 અલગ અલગ હોસ્પિટલોમાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.