બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલનમાં 48 લોકોના થયા મોત
Live TV
-
બ્રાઝિલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણપૂર્વ બ્રાઝિલના સાઓ પાઉલોના દરિયાકાંઠાના વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનથી 48 લોકોના મોત થયા છે. વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. પૂર અને ભૂસ્ખલનના કારણે 1800થી વધુ લોકો બેધર થતા તેમને શાળા અને ચર્ચમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, 7.5 ટન રાહત સામગ્રી લોકો સુધી પહોંચાડવામાં આવી પરંતુ ત્યાં લુંટારુઓ ટ્રકમાં ભરેલ સામાન લૂંટી લેતા પીડિતોને મદદ કરવામાં સમસ્યા આવી રહી છે. આ ઉપરાંત બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયોએ પીડિતોને શક્ય એટલી સહાતયા કરવાનું પણ વચન આપ્યું છે.