તાજિકિસ્તાનની ધરા ધ્રુજી, 7.2 તીવ્રતાના ભૂકંપનો આંચકો આવ્યો, ચીનમાં પણ થઈ અસર
Live TV
-
તાજિકિસ્તાનમાં ગુરુવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે તાજિકિસ્તાનમાં સવારે 5.37 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 હતી. તુર્કી પછી કોઈપણ દેશમાં આ સૌથી મોટો ભૂકંપ છે, જેના આંચકા ચીન સુધી અનુભવાયા હતા.ચીન અર્થક્વેક નેટવર્ક સેન્ટરે અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર ચીન-તાજિકિસ્તાન સરહદની નજીક લગભગ 82 કિમી દૂર નોંધાયુ છે