રશિયા સોયુઝ MS-23 અવકાશયાનને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર લોન્ચ કરશે
Live TV
-
રશિયા સોયુઝ MS-23 અવકાશયાનને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર લોન્ચ કરશે.રશિયન અવકાશ એજન્સી રોસકોસમોસએ ગત શનિવારે જણાવ્યું હતું કે તે ત્રણ અવકાશયાત્રીઓને ઘરે પરત લાવવા માટે એક બચાવ યાન મોકલવાની રશિયાએ યોજના બનાવી છે. મહત્વનું છે કે રશિયન અવકાશયાત્રી સર્ગેઈ પ્રોકોપીયેવ અને દિમિત્રી પટેલીન અને યુએસ સ્પેસ એજન્સી 'નાસા'ના અવકાશયાત્રી ફ્રેન્ક રુબિયો સપ્ટેમ્બરમાં સોયુઝ MS-22 યાનમાં બેસીને સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા અને તે જ યાન દ્વારા પૃથ્વી પર પાછા ફરવાની યોજના બનાવી હતી.
જોકે, ગયા મહિને યાન પર ઉલ્કા ટકરાવવાના કારણે 'કૂલન્ટ' લીકેજ થયું હતું.જે બાદ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી અને નાસા સાથે ચર્ચા કર્યા પછી, રશિયાએ સોયુઝ MS-23 અવકાશયાનને કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલી બાદમાં ત્રણ અવકાશયાત્રીઓને પરત લાવવા આ પ્રોજેક્ટ લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. જે યુક્રેન યુદ્ધની વર્ષગાંઠના રોજ 24 ફેબ્રુઆરી પ્રક્ષેપિત કરશે તેવા સંયોગ છે.