યુક્રેનના ખેરસોનમાં પરિસ્થિતિ વધુ વણસી:પુતિને શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો
Live TV
-
યુક્રેનના ખેરસોનમાં કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. રશિયા દ્વારા નિયુક્ત ખેરસોનના ગવર્નર સ્ટ્રેમોસોવે જણાવ્યું હતું કે અહીં સ્થિતિ વધુ ખરાબ થવાની છે. યુક્રેનના ખેરસોન પ્રાંત પર રશિયા એનું અધિકારક્ષેત્ર હોવાનો દાવો કરે છે.
યુક્રેનની સેના સતત ખેરસોનને ફરીથી કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિને ખેરસોનમાં યુક્રેનની સેના સામે મોટી કાર્યવાહીના સંકેત આપ્યા છે.
ખેરસોનમાં અત્યારસુધીની સૌથી ખતરનાક કાર્યવાહી
પુતિને નાગરિકોને યુક્રેનના કબજા હેઠળના ખેરસોનમાંથી ખસી જવા કહ્યું છે. પુતિને કહ્યું હતું કે ખેરસોનમાં અત્યારસુધીની સૌથી ખતરનાક કાર્યવાહી થઈ રહી છે. પુતિને પુનરુચ્ચાર કર્યો કે ખેરસોન રશિયાના અધિકારક્ષેત્ર હેઠળ છે.
