સિકકીમ પ્રવાસના અંતિમ દિવસે રાષ્ટ્રપતિ મુર્મુ આજે નામચી જીલ્લામાં ચારધામ મંદીરની મુલાકાત લેશે
Live TV
-
બે દિવસીય સિકકીમ પ્રવાસના અંતિમ દિવસે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે નામચી જીલ્લામાં ચારધામ મંદીરની મુલાકાત લેશે.
ગઇકાલે શ્રીમતી મુર્મુએ ગેંગટોક ખાતે એક કાર્યક્રમમાં આરોગ્ય, શિક્ષણ, માળખાકીય સુવિધા અને પ્રવાસન અંગે રાજય તથા કેન્દ્ર સરકારની વિવિધ પરિયોજનાઓનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યુ હતુ. તેમણે આશા વ્યકત કરી હતી કે આ પરિયોજનાઓથી સીકકીમના વિકાસ અને અર્થવ્યવસ્થાને વેગ મળશે. રાષ્ટ્રપતિ આજે ચારધામ મંદિરની મુલાકાત દરમિયાન રાજયના મહિલા સાહસીકો અને સ્વ-સહાય જુથો સાથે ચર્ચા વિચારણાં કરશે.
