Skip to main content
Settings Settings for Dark

રક્ષામંત્રી રાજનાથસિંહે ઈન્ડોનેશિયામાં 10મી આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં હાજરી આપી

Live TV

X
  • કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઈન્ડોનેશિયાના જકાર્તામાં 10મી આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં હાજરી આપી હતી. સભાને સંબોધતા સંરક્ષણ મંત્રીએ શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આસિયાન દેશો સાથે કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો ભારપૂર્વક પુનરોચ્ચાર કર્યો. સાથે જ આતંકવાદ સામેની લડાઇમાં તમામને એક થવાની સંરક્ષણ મંત્રીએ હાકલ કરી હતી.

    રાજનાથસિંહે કહ્યું કે આતંકવાદ આસિયાન ક્ષેત્ર સહિત આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો છે. તે સ્વીકારીને જ ભારતે આતંકવાદ વિરોધી EWGની સહ-અધ્યક્ષતા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સંઘર્ષો અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, સંઘર્ષો માત્ર આજીવિકાને જ નષ્ટ કરે છે પરંતુ ખોરાક અને ઉર્જા સુરક્ષાને પણ પ્રતિકૂળ અસર કરે છે. તેમણે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી 1982 સહિત આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર આંતરરાષ્ટ્રીય જળસીમામાં નેવિગેશન, ઓવરફ્લાઇટ અને અવરોધ વિનાના કાયદેસર વાણિજ્યની સ્વતંત્રતા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.

    રક્ષામંત્રીએ આતંકવાદ વિરોધી નિષ્ણાત કાર્યકારી જૂથની સહ-અધ્યક્ષતા કરવાનો પ્રસ્તાવ મૂક્યો. અને આ દરખાસ્તને આ બેઠક દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply