ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝામાં દુકાળ જેવી સ્થિતિ
Live TV
-
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝામાં દુકાળ જેવી સ્થિતિ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગાઝામાં દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે કહ્યું કે, ગાઝામાં નાગરિકો ભૂખમરોનો સામનો કરી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સ ગાઝામાં અઠવાડિયાથી ભૂખમરો વધવાની ચેતવણી આપી રહ્યું છે. એજન્સીએ કહ્યું કે ગાઝામાં હવે ખોરાકની તંગી થઈ ગઈ છે અને વર્તમાન ભૂખની જરૂરિયાતોને પૂરી કરવી અશક્ય છે. વાસ્તવમાં, ઈઝરાયેલે ગાઝા સુધી રાહત સામગ્રી લઈ જવાના તમામ માર્ગો બંધ કરી દીધા છે.તો, બીજી તરફ ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં શસ્ત્રો, દારૂગોળો મળી આવ્યા છે. ઇઝરાયલના સૈનિકો દાવો કરી રહ્યા છે કે હોસ્પિટલમાં સુરંગ છે, અને હમાસના આતંકવાદીઓ સુરંગમાંથી તેમનું નેટવર્ક ચલાવી રહ્યા છે. તો, સંયુક્ત રાષ્ટ્રો અને મધ્યપૂર્વના દેશોએ ઇઝરાયલની આ કાર્યવાહીની નિંદા કરી હતી.
