દક્ષિણ ફિલિપાઈન્સમાં 6.7ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી
Live TV
-
શુક્રવારે દક્ષિણ ફિલિપાઈન્સમાં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હતાં અને 2 લોકો ગુમ છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 માપવામાં આવી હતી. સ્થાનિક ડિઝાસ્ટર અધિકારીઓના હવાલાથી શનિવારે સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં આ માહિતી આપવામાં આવી હતી.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા અનુસાર, ભૂકંપ શુક્રવારે બપોરે મિંડાનાઓ ટાપુ પર 60 કિલોમીટર (37 માઇલ)ની ઊંડાઈએ આવ્યો હતો.
આ હોનારતમાં ઓછામાં ઓછા 2 લોકો ભૂકંપના કેન્દ્રની નજીક મૃત્યુ પામ્યા હતા, ઉપરાંત 3 લોકો દક્ષિણ કોટાબેટો પ્રાંતમાં અને 1 વ્યક્તિ સારંગાની પ્રાંતમાં મૃત્યુ થવાના અહેવાલ મળ્યાં છે .
બચાવ કાર્યકરો ભૂસ્ખલન બાદ ગુમ થયેલા અન્ય 2 લોકોને શોધી રહ્યા છે. દાવોઓ ઓક્સિડેન્ટલ પ્રાંતમાં ખડકથી કચડાઈ જવાથી 78 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
