Skip to main content
Settings Settings for Dark

રશિયાના સૈન્ય દળએ 25 ઓગસ્ટના રોજ યુક્રેનના મોટાભાગના વિસ્તારામા મિસાઈલ છોડી

Live TV

X
  • રશિયાએ 25 ઓગસ્ટે ઉત્તર, પૂર્વ અને દક્ષિણ યુક્રેન પર હુમલા કર્યા હતાં

    રશિયન સેનાએ ફરી એકવાર યુક્રેનને નિશાન બનાવ્યું છે. રશિયાએ 25 ઓગસ્ટે ઉત્તર, પૂર્વ અને દક્ષિણ યુક્રેન પર હુમલા કર્યા હતાં. આ હુમલામાં ચાર લોકોના મોત થયા હતા અને 37 લોકો ઘાયલ થયા હતા. યુક્રેનની સેના અને સ્થાનિક સત્તાવાળાઓએ આ વાતની પુષ્ટિ કરી છે. યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું હતું કે, રશિયાએ યુક્રેનના સરહદી વિસ્તારોમાં ચેર્નિહિવ, સુમી, ખાર્કિવ અને ડોનેત્સ્કમાં રાતોરાત હુમલા કર્યા હતાં.

    સ્થાનિક અધિકારીઓએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે સુમીના ઉત્તરીય પ્રદેશમાં મિસાઇલ દ્વારા ભયાવહ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 16 ઘાયલ થયા હતાં. જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.આ સિવાય ખાર્કિવ પ્રદેશના ગવર્નર ઓલેહ સિનેહુબોવે જણાવ્યું કે રશિયન હુમલામાં ચાર વર્ષના બાળક સહિત 13 લોકો ઘાયલ થયા છે.

    ખાર્કિવના મેયર ઇગોર તેરેખોવે કહ્યું કે રશિયન હુમલાને કારણે શહેરની એક ગેસ પાઇપલાઇન નષ્ટ થઈ ગઈ છે. આ સિવાય 10 મકાનોને પણ નુકસાન થયું છે. જેમાંથી બે મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે. યુક્રેનિયન એરફોર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયાએ નવ એટેક ડ્રોન લોન્ચ કર્યા છે. આમાંથી આઠ ડ્રોનને યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ માયકોલાઈવ પ્રદેશમાં તોડી પાડ્યા હતાં.

    ખેરસનના મિલિટરી એડમિનિસ્ટ્રેશનના પ્રમુખ રોમન મારોચોકોના જણાવ્યા અનુસાર, ખેરસનના દક્ષિણી સેક્ટરમાં રશિયન હુમલા આખો દિવસ ચાલુ રહ્યા હતાં. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય છ લોકો ઘાયલ થયા હતાં. હાલ આ હુમલા અંગે રશિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. રશિયા યુક્રેનના સરહદી વિસ્તારોને સતત નિશાન બનાવી રહ્યું છે. દરમિયાન, કિવે જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં યુક્રેનિયન દળો દ્વારા આક્રમણનો હેતુ મોસ્કોના હુમલાઓને રોકવાનો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
apply