રશિયાની 38 માળની ઈમારત પર યુક્રેને ડ્રોન હુમલો કરીને 9/11 ની ઘટનાને યાદ અપાવી
Live TV
-
23 ઓગસ્ટના રોજ સવારે યુક્રેને રશિયાના મોરોવોસ્ક એર બેઝ પર હુમલો કર્યો હતો
તાજેતરમાં રશિયાના સારટોવમાં આવેલી 38 માળના વોલ્ગા સ્કાય રેસિડેન્શિયલ કોમ્પેલક્ષમાં યુક્રેને ડ્રોન વડે હુમલો કર્યો છે. જેના કારણે રશિયામાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે તમામ લોકો આ ઘટનાને અમેરિકમાં થયેલી 9/11 ની ઘટના સાથે સરખાવે છે. યુક્રેનિયન અધિકારીના જણાવ્યા અનુસાર, યુક્રેને દાવો કર્યો છે કે 23 ઓગસ્ટના રોજ સવારે તેમણે મોરોવોસ્ક એર બેઝ પર હુમલો કરીને 6 રશિયન ફાઇટર બોમ્બર્સને નષ્ટ કરી દીધા છે, જે ફ્રન્ટલાઈનથી લગભગ 350 કિલોમીટર દૂર છે.
રશિયન સંરક્ષણ મંત્રાલયે ટેલિગ્રામ પર જણાવ્યું કે યુક્રેન રશિયાના રોસ્ટોવ, સરતોવ, કુર્સ્ક અને બેલગોરોડ વિસ્તારોને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો હતો. રશિયન સંરક્ષણ દળોએ રોસ્ટોવ વિસ્તારમાં ઓછામાં ઓછા 44 ડ્રોન તોડી પાડવાનો દાવો કર્યો છે. જે એરબેઝ પર હુમલો કરવામાં આવ્યા હતા. રશિયાએ આ ઘટનાની વધુ વિગતો જાહેર કરી નથી. જોકે, આ અહેવાલોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. રોસ્ટોવના ગવર્નર વસિલી ગોલુબેવે કહ્યું કે હવાઈ સંરક્ષણ વિભાગે બેઝ પરના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. જે રશિયન એરફોર્સની 59 મી ગાર્ડ્સ બોમ્બર એવિએશન રેજિમેન્ટનો બેઝ છે. આ બેઝનો ઉપયોગ Su-24, Su-24M અને Su-34 બોમ્બર યુક્રેન પર હુમલો કરવા માટે કરે છે.
જ્યારે યુક્રેનના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે પોલિટિકોને જણાવ્યું હતું કે મોરોઝોવસ્ક એરફિલ્ડ પર હુમલો યુક્રેનની સુરક્ષા સેવા દ્વારા સેના અને સંરક્ષણ દળોના સંકલનમાં કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 6 ફાઈટર-બોમ્બર એરક્રાફ્ટ નષ્ટ થઈ ગયા હતાં. તેમણે કહ્યું કે અન્ય આઠ વિમાનોને ભારે નુકસાન થયું છે અને 20 રશિયન સૈનિકો માર્યા ગયા છે.