Skip to main content
Settings Settings for Dark

રશિયામાં રાજધાની મોસ્કો પાસે હુમલાખોરોના ફાયરિંગમાં 70 લોકોના મોત, 100થી વધારે ઘાયલ

Live TV

X
  • 3 હથિયારધારીઓ દ્વારા કોન્સર્ટ હોલ પરિસરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ફાયર વિભાગ દ્વારા 100 લોકોને બહાર કાઢવમાં આવ્યા

    રશિયામાં રાજધાની મોસ્કો પાસે આવેલા કોન્સર્ટ હોલ પરિસરમાં 3 સશસ્ત્ર હુમલાખોરોએ ફાયરિંગ કરતા 70 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે 100થી વધારે લોકો ઘાયલ થયા હતા. જેથી 70થી વધારે ડોક્ટરો અને એમ્બ્યુલન્સ પીડિતોની સહાયની કામગીરીમાં વ્યસ્ત છે. આ પરિસરની છત પર ભીષણ આગ લાગી હતી, જેથી સુરક્ષામાં રશિયન સુરક્ષાદળોના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.  આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા લગભગ 100 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 
    ઈસ્લામિક સ્ટેટે આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલાની ભારત, ઈટાલી, ફ્રાંસ, સ્પેન, જર્મની સહિતના દેશોએ નિંદા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ હુમલાની નિંદા કરતા જણાવ્યું હતું કે,  દુ:ખની આ ઘડીમાં ભારત રશિયાની સાથે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply