વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા
Live TV
-
ભારતીય રાષ્ટ્રીય સેનાના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીને વિદેશ મંત્રીએ તમની મુલાકાતની શરૂઆત કરી
વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર શનિવારે સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા છે.
તેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને ભારતીય રાષ્ટ્રીય સેનાના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીને તેમની મુલાકાતની શરૂઆત કરી.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડૉ. જયશંકરે કહ્યું, સિંગાપોરમાં INA માર્કર તેમની ઊંડી દેશભક્તિ અને અદમ્ય ભાવનાને ઓળખે છે જે આવનારી પેઢીઓ માટે પ્રેરણા બની રહે છે.