Skip to main content
Settings Settings for Dark

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ થયું પરંતુ નથી આવ્યો યુદ્ધનો અંત

Live TV

X
  • રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ થયું પરંતુ યુદ્ધનો અંત આવ્યો નથી. ગતવર્ષ 24 ફેબ્રુઆરીએ આ યુદ્ધની શરુઆત થઈ હતી. એક વર્ષના યુદ્ધમાં બંન્ને દેશોની સ્થિતિ ખરાબ બની છે. લાખો લોકોની જીંદગી પણ બરબાદ થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ યુક્રેનમાં વ્યાપક ન્યાયસંગત અને સ્થાઇ શાંતી સુધી પહોચવાની જરૂરિયાત પર દરખાસ્ત મંજૂર કરી છે. જેમા રશિયાએ દુશ્મની ખતમ કરવા અને યુક્રેનથી પોતાની સેના પરત લેવાનું આહવાન કરવામાં આવ્યું છે. 141 સભ્યોએ દરખાસ્તના પક્ષમાં મતદાન કર્યું છે. જ્યારે 7 સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. ભારત સહિત 32 દેશોએ મતદાનમાં ભાગ નથી લીધો. ભારતના સ્થાઇ પ્રતિનિધીએ જણાવ્યું હતું કે, ભારત યુક્રેનની સ્થિતિને લઇને ચિંતિત છે. સંઘર્ષના કારણે અનેકના મોત થયા છે અને લાખો લોકો બે ઘર બન્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2025 Max Temp : °C Min Temp : °C
apply