Skip to main content
Settings Settings for Dark

રશિયા બાદ યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા PM Modi નું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

Live TV

X
  • ઓસ્ટ્રિયા અને ભારત મિત્રો અને ભાગીદાર છે 

    રશિયાનો પ્રવાસ પૂરો કરીને યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી એલેક્ઝાંડર શૈલેનબર્ગ ખુદ PM Modi ને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. PM Modi નું સ્વાગત કર્યા બાદ એલેક્ઝાંડર શૈલેનબર્ગે ટ્વિટ કર્યું, 'ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓસ્ટ્રિયાની ઐતિહાસિક મુલાકાત પર હાર્દિક સ્વાગત છે. આપણા રાજનૈતિક સંબંધોની 75મી વર્ષગાંઠ છે. બંને દેશ વચ્ચેની ભાગીદારી વૈશ્વિક સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સંયુક્ત પ્રતિબદ્ધતા પર આધારિત છે.

    ઓસ્ટ્રિયા અને ભારત મિત્રો અને ભાગીદાર છે 

    એરપોર્ટથી PM Modi  સીધા ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં હોટેલ રિટ્ઝ-કાર્લટન પહોંચ્યા. અહીં NRI ઓએ તેમનું અભિવાદન કર્યું હતું. હોટલ પહોંચતા જ ઓસ્ટ્રિયાના કલાકારોએ વંદે માતરમ સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. ચાન્સેલર કાર્લ નેહમરે ઓસ્ટ્રિયા પહોંચેલા PM Modi સાથે મુલાકાત કરી હતી. PM Modi સાથે સેલ્ફી પોસ્ટ કરતા તેમણે કહ્યું, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિયેનામાં આપનું સ્વાગત છે. ઑસ્ટ્રિયામાં તમારું સ્વાગત કરવું એ આનંદ અને સન્માનની વાત છે. ઓસ્ટ્રિયા અને ભારત મિત્રો અને ભાગીદાર છે. હું તમારી મુલાકાત દરમિયાન અમારી રાજકીય અને આર્થિક ચર્ચાઓ માટે આતુર છું!'

    ઓસ્ટ્રિયાના ચાન્સેલર બ્રુનો ક્રેઇસ્કી ભારતની મુલાકાતે આવ્યા હતા

    ચાન્સેલર કાર્લ નેહમરના ટ્વીટને રીટ્વીટ કરતા PM Modi એ કહ્યું, 'ચાન્સેલર કાર્લ નેહમર, તમને વિયેનામાં મળીને આનંદ થયો. ભારત-ઓસ્ટ્રિયાની મિત્રતા મજબૂત છે અને આવનારા સમયમાં તે વધુ મજબૂત બનશે. તમારા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર. આપણા દેશ વૈશ્વિક કલ્યાણ માટે સાથે મળીને કામ કરતા રહેશે.     

    જોકે આ 41 વર્ષ પછી છે. જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રિયાની મુલાકાતે આવ્યા છે. આ પહેલા 1971 માં ઈન્દિરા ગાંધી ભારતીય પીએમ તરીકે ઓસ્ટ્રિયા પહોંચ્યા હતા. ઈન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે 1971માં પ્રથમ વખત ઓસ્ટ્રિયા ગયા હતા. આ પછી, 1980 માં તત્કાલિન ઓસ્ટ્રિયાના ચાન્સેલર બ્રુનો ક્રેઇસ્કી ભારતની મુલાકાતે આવ્યા હતા. આ પછી 1983 માં ઈન્દિરા ગાંધીએ ફરી એકવાર ઑસ્ટ્રિયાની મુલાકાત લીધી, જેના પગલે 1984 માં ઑસ્ટ્રિયાના તત્કાલીન ચાન્સેલર ફ્રેડ સિનોવિટ્ઝે ભારતની મુલાકાત લીધી. 1949માં રાજદ્વારી સંબંધોની સ્થાપના બાદ ઓસ્ટ્રિયા પહોંચનાર પ્રથમ વડાપ્રધાનની વાત કરીએ તો જવાહરલાલ નેહરુએ 1955માં પીએમ તરીકે ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply