રશિયા યુક્રેનને ઘેરવા માટે બેલારુસની બોર્ડર પર પરમાણુ શસ્ત્રો તૈનાત કરશેઃ મિન્સ્કમાં રશિયાના રાજદૂત
Live TV
-
મિન્સ્કમાં રશિયાના રાજદૂતે રવિવારે જણાવ્યું હતું કે, રશિયા તેના વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોને બેલારુસની પશ્ચિમી સરહદોની નજીક ખસેડશે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે સતત પરમાણુ શસ્ત્રો ચર્ચાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મિન્સ્કમાં રશિયાના રાજદૂતે રવિવારે જણાવ્યું હતું કે, રશિયા તેના વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોને બેલારુસની પશ્ચિમી સરહદોની નજીક ખસેડશે.
ઉલ્લેખનીય છે કે, 13 મહિના પહેલાં યુક્રેન પર રશિયાએ આક્રમણ કર્યું હતું અને ત્યાર બાદ 26 માર્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, રશિયા બેલારુસમાં પરમાણુ શસ્ત્રોને તૈનાત કરશે. ત્યારે હવે બેલારુસમાં રશિયન રાજદૂત બોરિસ ગ્રિઝલોવે બેલારુસિયન રાજ્યની ટેલિવિઝનને આપેલા ઈન્ટરવ્યું જણાવ્યું હતું કે, રશિયા પરમાણુ શસ્ત્રોને બેલારુસની પશ્ચિમી સરહદે તૈનાત કરશે જે રશિયાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની શક્યતાઓમાં વધારો કરશે."
જણાવી દઈએ કે, ગયા વર્ષે યુદ્ધની શરુઆત થયા બાદ બેલારુસે રશિયાને પોતાની જમીનનો ઉપયોગ કરવા મંજુરી આપી હતી. બેલારુસની મદદથી જ રશિયાએ પોતાના સૈનિકોને યુક્રેનમાં મોકલ્યા હતા.
