રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોની મુલાકાતે
Live TV
-
રાષ્ટ્રપતિના આફ્રિકી દેશોના પ્રવાસથી ભારત સાથેના સંબંધોમાં મજબૂતી આવશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આફ્રિકાના 3 દેશો ગીની, સ્વાજીલેન્ડ અને ઝામ્બિયાના પ્રવાસે આજે રવાના થઈ ગયા છે. પ્રવાસ દરમિયાન તેઓ ગીનીના સમકક્ષ સાથે મુલાકાત અને પ્રતિનિધિસ્તરની વાટાઘાટો બાદ ગીનીની સંસદને સંબોધન કરશે. ગીનીના રાષ્ટ્રપતિ ઓબીઆંગ તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે. સ્વાઝિલેન્ડની મુલાકાત દરમિયાન ત્યાંના રાજા સાથે રાષ્ટ્રપતિ કોવિંદ પ્રતિનિધિસ્તરની વાટાઘાટો કરશે.
રાષ્ટ્રપતિ સાથે કેન્દ્રિય માર્ગ પરિવહન રાજમાર્ગ રાજ્યમંત્રી મનસુખ માંડવિયા અને ચાર સાંસદો પણ ગયા છે. રાષ્ટ્રપતિના આફ્રિકી દેશોના પ્રવાસથી ભારત સાથેના સંબંધોમાં મજબૂતી આવશે તેમ મનાઈ રહ્યું છે.