જર્મનીના મન્સ્ટરમાં ભીડ પર વાન ચઢાવી દેતાં 4 લોકોનાં મોત, આતંકી હુમલાની આશંકા
Live TV
-
જર્મનીના મન્સ્ટરમાં શનિવારે સાંજે લોકોની ભીડ પર એક વાન ઘૂસી ગઈ હતી. જેમાં 4 લોકોના મોત થયા હતા અને 30ને ઇજા થઈ હતી.
જર્મનીના મન્સ્ટરમાં શનિવારે સાંજે લોકોની ભીડ પર એક વાન ઘૂસી ગઈ હતી. જેમાં 4 લોકોના મોત થયા હતા અને 30ને ઇજા થઈ હતી. વાનના ડ્રાઈવરે ત્યારબાદ પોતાને ગોળીમારી દીધી હતી. આથી પોલીસને આશંકા છે કે આ ત્રાસવાદી કૃત્ય હોઈ શકે. ડિસેમ્બર 2016માં બર્લિનમાં આ જ રીતે ભીડ પર ટ્રક ચઢાવીને આતંકીઓએ 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.
સુરક્ષામાં ગોઠવાયા હથિયારબંધ પોલીસ
જર્મન મીડિયા અને ટ્વીટર દ્વારા આ ઘટનના થોડા ફોટો અપલોડ કરવામાં અવ્યા છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કર્મી અને ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી ગઇ છે. આ સાથે શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હથિયારબંધ પોલીસ કર્મી અને અધીકારીઓને શહેરની અલગ અલગ જગ્યાઓએ મોકલવામાં આવ્યા છે. ઘટનાસ્થળથી લોકોને દુર રહેવાની અપીલ કરવામાં આવી છે.
સ્ટૉકહોમ હૂમલાના ઠીક 1 વર્ષ પછી બની આ ઘટના
ગત વર્ષ 7 એપ્રીલે ઉજ્બેકિસ્તાનમાં એક વ્યક્તિએ બીયરના ટ્રક પર કબ્જો કરી સ્ટૉકહોમના સૌથી મોટા શોપિંગ સ્ટ્રીટમાં ઘુસાડી દીધો હતો. ઓ હુમલામાં 4 લોકોના મોત થયા હતા અને આશરે 15 લોકો ઘાયલ થયા હતા. આરોપી ડ્રાઇવરએ પણ પોલીસ સામે આઈએસઆઈએસ તરફ ઝુકાવાની બાબત સ્વીકારી લીધી હતી.