સિરીયામાં થયેલા હુમલામાં રશિયા અને ઇરાન જવાબદાર : અમેરિકા
Live TV
-
સીરિયામાં થયેલા કેમિકલ હુમલામાં અત્યાર સુધીમાં 80 લોકોના થયા મોત.
સિરીયામાં થયેલા કેમિકલ હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સમગ્ર ઘટનાના ઉગ્ર પ્રતિભાવો જોવા મળ્યા છે. સીરિયામાં થયેલા કેમિકલ હુમલામાં અત્યાર સુધીમાં 80 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે અમેરિકાએ સીરિયામાં થયેલા કેમીકલ હુમલાને સખત શબ્દોમાં વખોડી નાખ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર હુમલા માટે રશિયા તથા ઈરાનને તથા સીરિયાઈ રાષ્ટ્રપતિ બશર અલ અશદને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું છે કે, આ હુમલામાં ભાગ લેનારા જે કોઈ પણ દેશ હશે તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે. ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,સીરિયામાં થયેલો કેમિકલ હુમલો એ મૂખર્તાપૂર્ણ પગલું છે. આ હુમલાઓમાં અનેક મહિલાઓ તથા બાળકો સહિત અનેક લોકોના મોત થયા છે. જ્યાં હુમલો થયો છે એ સમગ્ર વિસ્તારને સીરિયાઈ સેનાએ જ ઘેરી લીધો છે, તે સ્થળે દુનિયામાંથી કોઈ જઈ શકે નહીં. આ હુમલા માટે સીરિયાઈ રાષ્ટ્રપતિ સહિતના અન્ય લોકો જવાબદાર છે. જો કે ટ્રમ્પના આ નિવેદનને રશિયાએ ફગાવી દીધું છે. સીરિયામાં અત્યારે રાહતકાર્ય ચાલી રહ્યું છે.