લંડનની કોર્ટમાં વિજય માલ્યાના પત્યાર્પણ મામલામાં આજે સુનાવણી
Live TV
-
લંડનની કોર્ટ વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલામાં આજે કરશે સુનાવણી. બેન્કોના પૈસા લઈને ભાગેલા મેહુલ ચોકસી પર કસાયો શકંજો. ભારતે એન્ટીગુઆને ચોકસીની અટકાયત કરવા કહ્યું.
13 હજાર કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડન ભાગેડુ આરોપી હીરા વ્યાપારી મેહુલ ચોકસીની વિરુદ્ધ કાયદોના શકંજો કસતો જાય છે. ભારત સરકારે એન્ટીગુઆ સરકારને કહ્યું કે, ચોકસીની તેમના વિસ્તારમાં હોવાની ખાતરી કરવામાં આવે અને સાથે તેની અટકાયત કરવામાં આવે. આ વચ્ચે વિજય માલ્યાના મામલામાં લંડન કોર્ટમાં આજે અંતિમ સુનાવણી થશે. બેન્કો સાથે ફ્રોડ કરી હજારો કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને દેશમાંથી ફરાર થનારા પર સરકારનો શિકંજો કસાતો જાય છે અને ઘણા મામલામાં તેમની કાર્યવાહી અંજામ સુધી પહોંચવાની નજીક છે.
સરકારે 13 હજાર કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ હીરા વ્યાપારી મેહુલ ચોકસીની નજીક પહોંચી ગઈ છે. ચોકસીએ કેરેબિયન દેશ એન્ટીગુઆની નાગરિકતા લઈને ત્યાં છુપાયો હોવાની જાણકારી મળી છે. જ્યારે વિદેશ મંત્રાલયને ભાગેડુ મેહુલ ચોકસીના એન્ટીગુઆમાં છુપાવાની સૂચના મળી, જોર્જટાઉનમાં તૈનાત ભારતીય રાજદૂતે એન્ટીગુઆ-બરમૂડા સરકારને લેખિતમાં તેની સૂચના આપી. એન્ટીગુઆ સરકારને કહ્યું કે, ચોકસીની તેમના વિસ્તારમાં હાજરીની ખાતરી કરવામાં આવે અને તેને કસ્ટડીમાં લેવામાં આવે. તેને જમીન, વાયુ અને સમુદ્રમાંથી ક્યાંક આવવા-જવા ન દેવામાં આવે. ભારત સરકારની તમામ તપાસ એજન્સીઓ મેહુલ ચોકલીને લઈે એન્ટીગુઆ-બરમૂડા સરકારના તમામ વિભાગોના સતત સંપર્કમાં છે. મેહુલ ચોકસી પર પીએમએલ એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ કાયદા મુજબ કેસ દાખલ છે, જેમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. સરકાર આ વર્ષે ફેબ્રુઆરીમાં ચોકસીનો પાસપોર્ટ રદ્દ કરી ચૂકી છે.