આફ્રિકા સાથે સંબંધો પર વિશેભ ભાર આપતું રહેશે ભારતઃ પીએમ
Live TV
-
જોહનિસબર્ગમાં બ્રિક્સ શિખર સંમેલનના બીજા દિવસે સમાપન સત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નવા વિચાર અને પ્રભાવી પગલા બ્રિક્સ દેશો વચ્ચે સહયોગ અને ભવિષ્યની દિશા નક્કી કરવામાં મદદરૂપ થશે. બ્રિક્સ આફ્રિકા આઉટરીચમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, 8 હજાર આફ્રિકા વિદ્યાર્થીઓ માટે વધારવામાં આવી શિષ્યવૃતિ.
જોહનિસબર્ગમાં બ્રિક્સ શિખર સંમેલનના બીજા દિવસે પ્રધાનમંત્રીએ દક્ષિણ આઉટરીચના સત્રને સંબોધિત કરતા કહ્યું કે, ભારતના આફ્રિકી દેશો સાથે ખૂબ નજીકના સંબંધ છે. છેલ્લા ચાર વર્ષમાં ઘણી યાત્રાઓ અને મુલાકાતો બાદ બંન્ને વચ્ચે આર્થિક સંબંધોમાં નવી ઉંચાઇ આવી છે. તેમમે યુગાન્ડાની સંસદમાં ગણાવેલા સિદ્ધંતોનો પણ અહીં ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ભારત આફ્રિકા સાથે સંબંધો પર વિશેષ ભાર આપતું આવ્યું છે અને આપતું રહેશે.
પ્રધાનમંત્રીએ આ સાથે મુક્ત વ્યાપાર માટે આફ્રિકી દેશોને શુભેચ્છા આપી અને કહ્યું કે, પ્રાદેશિક એકતા માટે મહત્વપૂર્ણ છે. વૈશ્વિકરણ અને વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવવા માટે ગ્લોબલ સાઉથને પણ બરાબરના ભાગીદાર ગણાવ્યા.
ટેક્નોલોજી, ડેટા એનાલિટિક્સ પર ભાર આપતા પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ મજબૂત ડિજિટલના આંતરમાળખાને વિકસિત કરવાની જરૂરીયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, ભારત ભાગીદાર દેશોની સાથે વિકાસમાં ભાગીદાર રહ્યું છે અને દક્ષિણ દક્ષિણ સહયોગ હેઠળ પોતાના અનુભવ અને શિક્ષણને શેર કરવાનું જારી રાખશે.