પાકિસ્તાનની ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી
Live TV
-
ઇમરાન ખાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી બની શકે છે.
પાકિસ્તાનની સંસદીય ચૂંટણીમાં પોતાની પાર્ટી તહરીક એ ઇન્સાફ સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવતાં જ પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાને સામાન્ય ચૂંટણીમાં જીતનો દાવો કર્યો હતો. સંસદીય ચૂંટણીના પરિણામ અને તેના આંકડા અનુસાર પીટીઆઈ 104 બેઠક જીતી ચૂકી છે અને અન્ય 14 પર આગળ વધી રહી છે. તેની સામે પ્રતિસ્પર્ધી પક્ષોએ મોટાપાયે ગડબડીના આરોપ લગાવ્યા છે. ઇમરાન ખાને ચૂંટણીના પરિણામ પછી પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું હતું કે પાકિસ્તાન ભારતની સાથે સંબંધો સુધારવા તૈયાર છે.