બ્રિક્સમાં શિક્ષણના મુદ્દા પર મુકાયો ભાર, સમાપન સમારોહમાં પીએમ રહ્યાં હાજર
Live TV
-
મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાને આ બ્રિક્સ સંમેલનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રી મોદીનો ત્રણ દેશોનો પ્રવાસ ઘણો ખાસ રહ્યો. તેમાં જ્હોનિસબર્ગમાં થયેલા બ્રિક્સ સંમેલનમાં તો શિક્ષણના મુદ્દા પર ભાર મૂકાયો હતો. આતંકવાદને દુનિયાભરમાંથી નાબૂદ કરવા એકજૂથ થવા માટે હાંકલ પણ કરાઈ હતી. બ્રિક્સ સંમેલન ઔદ્યોગિક ક્રાંતિ તરફનું એક નવુ પગલું હોવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. આજે યોજાયેલા બ્રિક્સ સંમેલનના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી મોદીએ પણ હાજરી આપી હતી.
મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાને આ બ્રિક્સ સંમેલનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રી મોદી અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ આ બંને મહાન હસ્તીઓની યાદમાં એક પોસ્ટ કાર્ડ પણ બહાર પાડ્યું હતું. બંને નેતાઓએ મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલા પર આધારિત નિબંધ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડથી સન્માનિત કર્યા હતા.