Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026માં ગુજરાતની વૈશ્વિક ભૂમિકા

Live TV

X
  • સેમિકન્ડક્ટર અને અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતમાં ઉત્પાદન અને નવીનતા વધારવા અંગે વૈશ્વિક કંપનીઓ સાથે ચર્ચા કરવામાં આવી. સાથે જ ડેટા સેન્ટર, ટેલિકોમ નેટવર્ક, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને AI આધારિત સેવાઓ માટે ગુજરાતને મહત્વપૂર્ણ હબ

    સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં યોજાઈ રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં ગુજરાત સરકારનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સક્રિય રીતે ભાગ લઈ રહ્યું છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ આર. સંઘવીના નેતૃત્વમાં ગયેલ આ પ્રતિનિધિમંડળ ત્રણ દિવસ સુધી વિવિધ વૈશ્વિક કંપનીઓ, ઉદ્યોગપતિઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરીWEF 2026માં ગુજરાતની આ પ્રથમ સુવ્યવસ્થિત અને ઉચ્ચ સ્તરની ભાગીદારી છે. આ ઉપસ્થિતિ દ્વારા ગુજરાતે પોતાની વિકાસ ક્ષમતા, ઝડપી વૃદ્ધિ અને વૈશ્વિક ભાગીદારી માટેની તૈયારીને વિશ્વ સમક્ષ રજૂ કરી છે. સાથે જ ‘વિકસિત ગુજરાત@2047’ના દીર્ઘકાલીન વિઝન પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતા પણ સ્પષ્ટ થઈ છે.

    સમિટ દરમિયાન ગુજરાતના પ્રતિનિધિમંડળે 30થી વધુ મહત્વપૂર્ણ બેઠકો યોજી . આ બેઠકઓમાં સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, સ્વચ્છ ઊર્જા, લોજિસ્ટિક્સ, પોર્ટ વિકાસ અને ભવિષ્યની ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં રોકાણ અને સહકાર અંગે ચર્ચા કરવામાં આવી છે.સેમિકન્ડક્ટર અને અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતમાં ઉત્પાદન અને નવીનતા વધારવા અંગે વૈશ્વિક કંપનીઓ સાથે ચર્ચા કરવામાં આવી. સાથે જ ડેટા સેન્ટર, ટેલિકોમ નેટવર્ક, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને AI આધારિત સેવાઓ માટે ગુજરાતને મહત્વપૂર્ણ હબ તરીકે વિકસાવવાની દિશામાં પણ વાતચીત થઈ.

    મેન્યુફેક્ચરિંગ અને ઔદ્યોગિક વિકાસ માટે મોટા ઉદ્યોગ સમૂહો સાથે ગુજરાતમાં નવા પ્રોજેક્ટ, ઔદ્યોગિક વિસ્તરણ અને રોજગાર સર્જન અંગે ચર્ચાઓ કરવામાં આવી. સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી, ગ્રિડ આધુનિકીકરણ અને ઉદ્યોગોમાં કાર્બન ઘટાડા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું.લોજિસ્ટિક્સ અને પોર્ટ વિકાસ ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક વેપારનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવા માટે પોર્ટ-આધારિત વિકાસ, સપ્લાય ચેન અને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ પર ચર્ચા થઈ. સાથે જ ઇન્ડસ્ટ્રીયલ ગેસ અને સહાયક ઉદ્યોગો દ્વારા ભારે ઉદ્યોગોને મજબૂતી આપવાની યોજનાઓ પર પણ વિચારવિમર્શ થયો.

    આ ઉપરાંત, સ્પેસ ટેકનોલોજી અને ભવિષ્યના ઉદ્યોગો માટે સહકારની સંભાવનાઓ પણ તપાસવામાં આવી. વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક જેવી બહુરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે શહેરી વિકાસ, પાણી સુરક્ષા, ક્લાઈમેટ રેસિલિયન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સિંગ અંગે ચર્ચા કરવામાં આવી.

    નાયબ મુખ્યમંત્રી હર્ષ આર. સંઘવીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે વૈશ્વિક રોકાણ માટે એક વિશ્વસનીય અને આકર્ષક રાજ્ય બની ગયું છે. WEF 2026માં થયેલી બેઠકો એ સ્પષ્ટ સંદેશ આપે છે કે ગુજરાત આગામી પેઢીના વૈશ્વિક રોકાણ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.WEF 2026 અંતિમ તબક્કામાં પ્રવેશી રહ્યું છે ત્યારે ગુજરાતના પ્રતિનિધિમંડળને વૈશ્વિક સ્તરે સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. “Gujarat – Ready for the World”ના સંદેશ સાથે ગુજરાતે ભવિષ્ય માટે તૈયાર, મજબૂત અને સ્થિર અર્થવ્યવસ્થા તરફ પોતાનું પગલું વધુ મજબૂત બનાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply