વર્લ્ડ ટ્રાવેલ માર્કેટનો લંડનમાં થયો આરંભ
Live TV
-
લંડનમાં શરૂ થયેલું The World Travel Market- WTM- 2022, સૌથી મોટા આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રદર્શનોમાંનું એક છે.
આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં પ્રવાસન મંત્રાલય ભાગ લઈ રહ્યું છે, જેનું બુધવારે સમાપન થશે. ઈનબાઉન્ડ ટુરિઝમની પુનઃપ્રાપ્તિને રોગચાળા પૂર્વના સ્તરથી વધારવા માટે ભારતની ભાગીદારી નોંધપાત્ર છે. આ વર્ષના પ્રદર્શનની થીમ ‘ધ ફ્યુચર ઑફ ટ્રાવેલ સ્ટાર્ટ્સ નાઉ’ છે.
પ્રવાસન મંત્રાલયના સચિવ અરવિંદ સિંહે આ કાર્યક્રમમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રદર્શનમાં 20 થી વધુ પ્રતિભાગીઓ ભાગ લઈ રહ્યા છે.
