ભારત અને રશિયા વાર્ષિક 30 અબજ ડોલરના વેપાર ટર્નઓવરના લક્ષ્યાંકને હાંસલ કરવાના માર્ગ છે : વિદેશમંત્રી
Live TV
-
વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર રશિયાની બે દિવસીય મુલાકાતે મોસ્કો પહોંચ્યા છે. મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષિય અને આંતરરાષ્ટ્રિય મુદ્દાઓ ઉપર મહત્વપૂર્ણ ચર્ચા પર વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યું કે, ભારત અને રશિયા વાર્ષિક 30 અબજ ડોલરના વેપાર ટર્નઓવરના લક્ષ્યાંકને હાંસલ કરવાના માર્ગ છે. તેઓ મોસ્કોમાં વેપાર, આર્થિક, વૈજ્ઞાનિક, ટેકનિકલ અને સાંસ્કૃતિક સહકાર પર ભારત રશિયા આંતરસરકારી આયોગમાં બોલી રહ્યાં હતાં. ડૉ.જયશંકરે કહ્યું કે, બંને દેશો વચ્ચેનો સહયોગ સતત પ્રગતિ કરી રહ્યો છે. ભારત અને રશિયા વચ્ચે આર્થિક સહયોગ લાંબાગાળાની સ્થિરતા તરફ આગળ વધી રહ્યો છે. પરંતુ જો તેને ટકાઉ બનાવવું હોય તો તેને સંતુલિત કરવાની જરૂરિયાત છે. વિદેશમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, બંને દેશો વેપાર અને આર્થિક સંબંધોની શ્રેષ્ઠ સંભાવનાઓને સાકાર કરવામાં સફળ થશે અને અમારા દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને મજબૂત કરવા માટે સમાન ભાવના સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવાની રાહ જોઇ રહ્યાં છીએ.
