ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી 3 દિવસ માટે કંબોડિયાના પ્રવાસે
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 11 નવેમ્બરથી શરૂ થતા શિખર સંમેલન માટે 3 દિવસ કંબોડિયાના પ્રવાસે જશે. કંબોડિયામાં તેઓ 19માં આશિયાન-ભારત સ્મારક શિખર સંમેલન અને 17માં પૂર્વી એશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે. અને આ સમિટમાં નવી દિલ્હીનું પ્રતિનિધિત્વ કરશે.
19મી આસિયાન-ભારત સમિટ 12 નવેમ્બરે અને 17મી પૂર્વ એશિયા સમિટ 13મી નવેમ્બરે કંબોડિયન રાજધાની ફ્નોમ પેન્હમાં યોજાવાની છે. આશિયાન-ભારત સંબંધોની 30મી વર્ષગાંઠને આશિયાન-ભારત મિત્રતા વર્ષના રુપમાં મનાવવામાં આવી રહી છે. આ સંબંધોના 30 વર્ષને ચિહ્નિત કરવા માટે 2022ને "મિત્રતા વર્ષ" તરીકે ઉજવે છે.
કંબોડિયા આશિયાન અથવા દક્ષિણપૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંગઠનના વર્તમાન અધ્યક્ષ તરીકે તેની ક્ષમતામાં સમિટનું આયોજન કરી રહ્યું છે. 10-સભ્ય જૂથમાં કંબોડિયા બ્રુનેઈ, ઈન્ડોનેશિયા, મલેશિયા, લાઓસ, મ્યાનમાર, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ, વિયેતનામ પણ સામેલ છે.
