Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયા સાથે દ્વિપક્ષીય સંબંધો સૌથી મહત્વપૂર્ણ

Live TV

X
  • વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે કહ્યું છે કે, ભારતની  વિશ્વમાં એક નવી ઓળખ ઊભી થઈ રહી છે, જે અગાઉના ભારત કરતાં ઘણું અલગ છે. 

    ઓસ્ટ્રેલિયાના પર્થમાં ભારતીય સમુદાયને સંબોધતા તેમણે કહ્યું કે, ભારત હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને સૌથી મહત્વપૂર્ણ ગણે છે. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો છે અને બંને દેશો આ ભાગીદારીને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સાથે વેપાર સતત વધી રહ્યો છે. 

    ડૉ. જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આગામી 25 વર્ષમાં ભારત સંપૂર્ણ રીતે બદલાઈ જશે અને 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે. ડૉ. જયશંકરે ઑસ્ટ્રેલિયાના સાંસદો જેનેટ મૈસ્કરેનહાસ, વરુણ ઘોષ અને ડૉ. જગદીશ  કૃષ્ણનને પણ મળ્યા અને તેમની સાથે પશ્ચિમ ઑસ્ટ્રેલિયા સાથેના સંબંધોને ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી. તેઓ પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી રોજર કૂકને પણ મળ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply