વિદેશ મંત્રી ડૉક્ટર એસ.જયશંકરે પોર્ટુગલના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી
Live TV
-
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર ચાર દિવસ પોર્ટુગલ અને ઇટલીની પ્રવાસે છે. પ્રથમ તબક્કામાં વિદેશમંત્રીએ પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટા સાથે મુલાકાત કરી હતી. વિદેશમંત્રીએ પીએમ મોદી તરફથી પોર્ટુગલના પ્રધાનમંત્રીને શુભકામના પાઠવી હતી.
બંને દેશો વચ્ચે સંબંધો વધુ મજબૂત બનાવવા પોર્ટુગલા પ્રધાનમંત્રીના પ્રયાસોની સરાહના કરી હતી. મહત્વનું છે કે પોતાના પ્રવાસમાં ડૉ. એસ. જયશંકરે લિસ્બનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને કસ્તૂરબા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ ઉપરાંત પોતાના સમકક્ષ જોઆનો ક્રેવિન્હો સાથે પણ મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા તેમણે જણાવ્યું હતું કે બંને દેશોએ સતત રાજકીય આદાનપ્રદાન અને પોર્ટુગલના સમર્થનની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત પશ્ચિમ એશિયા, યુક્રેન, મધ્ય એશિયા અને ઈન્ડો-પેસિફિક પર વિચારોની આપ-લે કરી હતી.
