Skip to main content
Settings Settings for Dark

વિશ્વમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 12 લાખને પાર, અમેરિકામાં વિકટ પરિસ્થિતિ

Live TV

X
  • અમેરિકામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩ લાખ ૧૧હજારને પાર થઇ ગઈ છે.

    દુનિયા પર કોરોનાની પકડ દિવસે દિવસે વધુ મજબુત થતી જાય છે. વિશ્વભરમાં કોરોનાના કેસ ૧૨ લાખને પાર કરી ગયા છે અને ૬૪ હજારથી વધુ મૃત્યુ નોંધાયા છે.જોકે સારા સમાચાર એ પણ છે કે અંદાજે ૨લાખ૪૬ હજારથી વધુ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અમેરિકામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩લાખ ૧૧હજારને પાર થઇ ગઈ છે અર્થાત દુનિયાના ૨૫% કેસ માત્ર અમેરીકામાં જોવા મળી રહ્યા છે. હજી પણ અમેરિકામાં આંતરિક અવર જવર યથાવત છે. ન્યુયોર્ક બાદ ન્યુજર્સીમાં પણ સ્થિત બગડી રહી છે. સ્પેન અને ઇટલીમાં નવા કેસ ની સંખ્યા ઘટી રહી છે. જો કે ઈટાલીમાં ૧૫ હજાર કરતા વધુ અને સ્પેનમાં ૧૨ હજાર કરતા વધુ મૃત્યુ નોંધાયા છે.ઇટલીમાં ICUમાં રહેલા દર્દીઓની સંખ્યા ઘટવા પામી છે. સાથે જ ફ્રાંસ અને જર્મનીમાં પણ નવા કેસ નોંધવાનું ઓછું થયું છે. નોર્વેમાં લોકડાઉનના લીધે સારા પરિણામ મળી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply