Skip to main content
Settings Settings for Dark

દુનિયામાં કોરોના વાયરસ અપેક્ષાથી પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

Live TV

X
  • દુનિયામાં કોરોના વાયરસ અપેક્ષાથી પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા દસ લાખને પર કરી ગઈ છે અને મૃત્યુ પામનારની સંખ્યા ૫૦ હજારને પાર કરી ચૂકી છે. આ કુલ કેસના ૨૫ % કેસ અમેરિકામાં જોવા મળ્યા છે.

    દુનિયામાં કોરોના વાયરસ અપેક્ષાથી પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા દસ લાખને પર કરી ગઈ છે અને મૃત્યુ પામનારની સંખ્યા ૫૦ હજારને પાર કરી ચૂકી છે. આ કુલ કેસના ૨૫ % કેસ અમેરિકામાં જોવા મળ્યા છે. અમેરિકાના નિષ્ણાતો વધુ પરિસ્થિતિ વણસે એવી અપેક્ષા સેવી રહ્યા છે. બ્રિટન અને અમેરિકા બંનેમાં આગલા દિવસના મૃત્યુદર કરતા ૨૫% વધુ ઝડપથી મૃત્યુ થઇ રહ્યા છે. લંડનમાં મૃત્યુદર વુહાન કરતા પણ વધી રહ્યો હોવાનું અનુમાન છે, અહિયાં સતત ત્રીજા દિવસે ૧૦૦ કરતા વધુ મૃત્યુ નોંધાયા છે. તો અમેરિકામાં મિશિગન ન્યુયોર્ક બાદ મોટું અર્બન એપીસેન્ટર બને તેવી સંભાવના છે. જર્મનીમાં નવા કેસ ઘટવાનાં સંકેત મળી રહ્યા છે પણ મૃત્યુદર હજી ચિંતાજનક છે. નોર્વે અને સ્વીડનમાં પણ કેસ વધી રહ્યા છે. પરંતુ નોર્વે એ લોકડાઉન જાહેર કર્યું હોવાથી ત્યાં નવા કેસની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે જયારે સ્વીડનમાં લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી નથી અને ત્યાં કેસ બધું ઝડપથી વધી રહ્યા છે. આંકડાકીય માહિતી જોઈએ તો સ્પેનમાં મૃતકોની સંખ્યા ૧૦ હજાર ને પર કરી ચુકી છે અને સળંગ બીજા દિવસે ૯૦૦થીં વધુ મૃત્યુ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply