વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઝડપથી વધારો નોંધાયો
Live TV
-
વિશ્વના સૌથી મોટા ઉત્પાદક દેશોના સમૂહ ઓપેક સંગઠને ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં કાપ મૂકવાની જાહેરાત બાદ વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઝડપથી વધારો નોંધાયો છે. ઓપેક સંગઠને જણાવ્યું છે કે, તેઓ આગામી મે મહિનાથી વર્ષના અંત સુધી પ્રતિ દિવસ દસ લાખ બેરલથી વધુ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો કરશે. પેટ્રોલિયમ નિકાસ કરતાં દેશોનું સંગઠન ઓપેક જેમાં સાઉદી અરેબિયા, ઇરાક અને કેટલાંક ખાડી દેશો રશિયા અને તેના સહયોગી દેશોનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ કાચા તેલની કિંમત 84 ડોલર અને 48 સેન્ટ પ્રતિ બેરલ છે.
